દિવાળી ટાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

0
452

રાજ્યભરમાં દિવાળીની તૈયારીઓ માટે લોકોના આ ઉત્સાહ પર પાણી ફેરવે એવા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે.રાજ્યભરમાં દિવાળીની તૈયારીઓ માટે લોકોના આ ઉત્સાહ પર પાણી ફેરવે એવા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે.

દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવામાન વિભાગે નિરાશાજનક સમાચાર આપ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં દિવાળીમાં વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, પોરબંદર, જામનગર, કચ્છ, દ્વારકા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here