દેશભરમાંથી પકડાયેલી ફૅક કરન્સીમાં ગુજરાત અવ્વલ

0
1176

ગુજરાત દેશમાં નકલી નોટોનો ગઢ હોય તેવા આંકડા NCRB(National Crimes Record Bureau અને RBI (Reserve Bank of India) રિપોર્ટમાં ખુલાસો થયો છે. વર્ષ 2017 જાહેર કરાયેલા આંકડામાં દેશભરમાંથી પકડાયેલી ફૅક કરન્સીમાં ગુજરાતનો હિસ્સો 32% બહાર આવ્યો છે. એક જ વર્ષમાં રૂપિયા 9 કરોડની નકલી નોટો પકડાઇ છે. બીજા નંબર પર દેશની રાજધાની દિલ્હી રહી છે.

ફૅક કરન્સી મુદ્દે કૉંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાત આર્થિક ગુનેગારોને ગુજરાતમાં રાજકીય આશ્રય મળે છે. નકલી નોટો પકડવામાં ગુજરતા અગ્રેસર છે સમગ્ર દેશમાં પકડાયેલી કુલ નકલી નોટો પૈકી ગુજરાતનો હિસ્સો 32 ટકા છે. સરકાર અને પોલીસ માટે આ ઘણી ગંભીર બાબત કહી શકાય.

2017માં ગુજરાતમાંથી 9 કરોડની 80, 519 નકલી નોટો પકડાઇ હતી. 2017માં દેશભરમાંથી જૂદા જૂદા દરની 3.56 લાખથી વધારે 28 કરોડના મૂલ્યની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. જોકે, ચોંકાવનારી વાત એ છે કે નકલી નોટોનો પકડાયેલો 56 ટકાથી વધારે હિસ્સો ગુજરાત અને દિલ્હીનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here