ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર , 71.34 ટકા પરિણામ

0
792

આજે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે રાજ્યભરમાંથી 1.40 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. વિદ્યાર્થી પોતાના પરિણામ વિશે ઓનલાઈન જાણી શકશે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 8 વાગ્યાથી પરિણામ જાહેર કરવામાં આવશે. આ વર્ષે કોરોના કહેરના કારણે લોકલ સંક્રમણ ન વધે તે માટે પરિણામ માત્ર ઓનલાઈન જોવા મળશે. શાળામાંથી માર્કશીટ મેળવવા માટેની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
રાજ્યભરમાંથી ધોરણ-10 અને 12ના કુલ 17.60 વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણબોર્ડની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 5.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા. રાજ્યના 56 ઝોન અને 653 કેન્દ્ર પર ધોરણ 12ની પરીક્ષા યોજાઈ હતી. જોકે આ વર્ષે કોરોના વાઈરસના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષાનું પરિણામ માત્ર ઓનલાઈન જ જોઈ શકશે. શાળામાંથી મળતા પ્રમાણપત્ર માટે તેમને આગામી તારીખ જાહેર થાય તેની રાહ જોવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here