નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે કરશે રાષ્ટ્રને સંબોધન

0
45

દેશમાં લોકડાઉન આગળ વધશે કે નહીં તેનો જવાબ આજે મળવાની શક્યતા છે. આજે રાત્રે 8 કલાકે પીએમ મોદી દેશના નામે સંબોધન કરશે. પીએમઓએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

17 મેના રોજ લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂરો થઈ રહ્યો છે ત્યારે 11 મેના રોજ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીએ અંદાજે સવા 6 કલાક સુધી બેઠક કરી હતી. પીએમે 15 મે સુધી તમામ રાજ્યો પાસે બ્લૂપ્રિન્ટ માગી છે. કોરોના વિરૂદ્ધ લડાઈમાં જાન હૈ તો જહાનની વાત કહેનાર પીએમ મોદીએ જન સેવક જગ તકનો નારો આપ્યો છે. આ જ નારામાં લોકડાઉન 4નો સંકેત છુપાયેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here