રાજ્યમાં 5071 કોરોનાના પોઝિટિવ કેસ, 262ના મોત

0
198

રાજ્યમાં લોકડાઉન 3.0નું પાલન કરવા માટે પોલીસ વિભાગ સક્રિય છે. ત્યારે આવતી 17મી મે સુધી રાજ્યમાં ગામડાઓમાં કરવામાં આવી રહેલા કડક પાલનને શહેરોમાં પણ લાગુ કરવું પડશે તેવું રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું. લોકડાઉનને સતત વધારવામાંઆવી રહ્યું હોવા છતાં રાજ્યમાં કોરોનાના કેસો વધવાની ગતિ કાબૂમાં આવી નથી. ગાંધીનગરમાં નવા સાત, ભાવનગરમાં 5, બોટાદમાં 3 અને બોપલમાં બે કેસ નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં 5071 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 236 દર્દીઓના મૃત્યુ થયા છે. જોકે રાહતના સમાચાર એ પણ છેકે અત્યારસુધીમાં 736 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here