નવા CJI તરીકે જસ્ટિસ બોબડેએ શપથ લીધા, રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયો સમારોહ

0
441

રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડેનો શપથ સમારોહ યોજાયો. તેઓએ દેશના 47મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. નવા CJI તરીકે જસ્ટિસ બોબડેએ શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લેવડાવ્યા શપથ. આ સમારોહમાં PM મોદી, અમિતશાહ અને મનમોહનસિંહ પણ હાજર રહ્યા હતા. પૂર્વ CJI રંજન ગોગોઈ પણ સમારોહમાં હાજર રહ્યા હતા.

63 વર્ષના જસ્ટીસ બોબડે આજે મુખ્ય ન્યાયધીશના શપથ લીધા. દેશના 47માં મુખ્ય ન્યાયધીશના તેઓ શપથ ગ્રહણ કર્યા. શરદ અરવિંદ બોબડે રંજન ગોગોઈનું સ્થાન લીધું. 17 મહીના સુધી મુખ્ય ન્યાયધીશના પદ પર બોબડે રહેશે. શરદ બોબડે મહારાષ્ટ્રના વકીલ પરિવારમાંથી આવે છે. 24 એપ્રિલ 1956માં નાગપુરમાં શરદ બોબડેનો જન્મ થયો હતો.

અયોધ્યા સિવાય જસ્ટિસ બોબડે અન્ય અનેક મોટા નિર્ણયોમાં સામેલ રહી ચૂક્યા છે. ઓગસ્ટ 2017માં તત્કાલીન ચીફ જસ્ટિસ જેએસ ખેહરની અધ્યક્ષતામાં 9 સભ્યોની ખંડપીઠનો ભાગ રહી ચૂક્યા છે. જસ્ટિસ બોબડેએ ગોપનીયતાના અધિકારને મૌલિક અધિકાર ગણાવ્યો હતો.

2015માં તે ત્રણ સભ્યોની બેંચમાંની એક હતી, જેણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતના કોઈ પણ નાગરિકને આધાર નંબરની ગેરહાજરીમાં મૂળભૂત સેવાઓ અને સરકારી સેવાઓથી નકારી શકાય નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here