નાગરિકતા કાયદાને લઈને દેશના 22 કેમ્પસમાં વિરોધ

0
543

દિલ્હીની જૈએનયૂ,જામિયા મીલીયા ઈસ્લામીયા, મૌલાના આઝાદ, દિલ્હી વિશ્વવિદ્યાલય અને આંબેડકર યુનિવર્સિટીમાં પ્રદર્શન થયું છે.  આ સિવાય પણ મુંબઈના 3 કેમ્પસ, ટીઆઈએસએસ, આઈઆઈટી બોમ્બે અને મુંબઈ યુનિવર્સિટીમાં પ્રદર્શન થયું છે. ચંડીગઢ વિશ્વવિદ્યાલયમાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના દારુલ ઉલૂમ નદવાતુલ ઉલામામાં અને અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં સોમવારે વિરોધ પ્રદર્શન થયું હતું. પટણા વિશ્વવિદ્યાલય, ગુવાહાટી વિશ્વવિદ્યાલય અને કોલકત્તાના બે કેમ્પસ, જાદવપુર વિશ્વવિદ્યાલય અને આલિયા વિશ્વવિદ્યાલયમાં પણ પ્રદર્શન થયું હતું. દક્ષિણભારતમાં હૈદરાબાદના મૌલાના આઝાદ રાષ્ટ્રિય ઉર્દૂ વિશ્વવિદ્યાલય, બેંગલૂરુની જૈન યુનિવર્સિટી અને ભારતીય વિજ્ઞાન સંસ્થામાં પણ પ્રદર્શન જોવા મળ્યા હતા. આ સિવાય ચેન્નઈના આઈઆઈટી મદ્રાસ, મલપ્પુરમની કાલીકટ યુનિવર્સિટી અને પોંડિચેરી વિશ્વવિદ્યાલયમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું.

વિરોધ પ્રદર્શનમાં બસોને પણ કર્યું નુકસાન :નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શને ત્યારે જોર પકડ્યું જ્યારે દિલ્હીમાં રવિવારે જામિયાના વિદ્યાર્થીઓએ હિંસક પ્રદર્શન કર્યું. યુનિવર્સિટીમાં તોડફોડની સાથે સરકારી બસમાં પણ આગ લગાવી. આગ બુઝાવવા 4 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી.

વિરોધ પ્રદર્શન અને નાગરિકતા કાયદાનો વિરોધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો : જ્યારે કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ત્યારે ચીફ જસ્ટિસે આ કેસમાં કડક શબ્દોમાં ટિપ્પણી કરી અને કહ્યું કે વિદ્યાર્થી હોવું તમને આ પ્રકારની હિંસાનો અધિકાર આપતું નથી. તેઓએ એમ પણ કહ્યું કે જ્યાં સુધી હિંસા રોકાશે નહીં ત્યાં સુધી આ કેસમાં નિર્ણય આપવામાં આવશે નહીં. શક્ય છે કે આજે આ કેસમાં સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય આપશે.

ઉત્તરપ્રદેશમાં પણ આગચંપીની ઘટનાઓ બાદ અલીગઢ અને મઉમાં ઈન્ટરનેટ સેવા બંધ કરીને 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. તો મેરઠમાં પણ સાંજે 5 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here