નિત્યાનંદ આશ્રમ વિવાદઃ 83 પાનાંની ચાર્જશીટ રજૂ, 50 સાક્ષીઓનાં નિવેદન

0
770

નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે ગ્રામ્ય પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં મુખ્ય આરોપી નિત્યાનંદને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસે કલમ ૭૦ મુજબનુ વૉરન્ટ મેળવી રેડ કૉર્નર નોટ‌િસ ઇશ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસ ચોપડે ફરાર નિત્યાનંદ હાથે લાગે છે કે કેમ એ મોટો સવાલ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવેકાનંદનગર પોલીસ મથકમાં ફરિયાદી જનાર્દન શર્મા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી કે હીરાપર ગામે આવેલા નિત્યાનંદ આશ્રમમાં રહેતાં તેમનાં બે સગીર બાળકોનું અપહરણ કરી ગોંધી રાખી બાળમજૂરી કરાવવામાં આવે છે. ઉપરાંત બાળકો પાસે મજૂરી કરાવી આશ્રમ કરોડો રૂપિયાનું ડોનેશન મેળવે છે અને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જે ગુનાની તપાસ દરમિયાન એસઆઇટી દ્વારા પ્રિયાતત્ત્વા અને પ્રાણપ્રિયાની ધરપકડ કરી હતી. જોકે મુખ્ય આરોપી નિત્યાનંદને પોલીસે ચાર્જશીટમાં વૉન્ટેડ દર્શાવ્યો છે. ઉપરાંત અગાઉ પણ પોલીસે નિત્યાનંદ વિરુદ્ધ બ્લુ કૉર્નર નોટિસ મેળવી હતી. જોકે હવે પોલીસ ઇન્ટરપોલની મદદથી વધુ સખત કાર્યવાહી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here