પાર્કિંગ અને ફાયર સેફ્ટી નહીં તો ગરબાની મંજૂરી નહીં..!!

0
1692

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા આયોજન મામલે પોલીસ કડક હાથે કામ લેશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નિયમોનું કડક પણ પાલન કરવામાં આવશે. આગ, અકસ્માત જેવી ઘટનાને પહોંચી વળવા માટે પોલીસ અને ફાયરની ટીમ સતત તહેનાત રહેશે. આ સાથે જ પાર્કિંગ સલામતી મામલે પણ પોલીસ સખત રહેશે. પાર્કિંગ સાથે સીસીટીવીની સુવિધા રાખવા સૂચન કરાયું છે.

ટ્રાફિક નિયમોથી લઈને સુરક્ષાના નિયમો મામલે આ વખતે પોલીસ કડક વલણ અપનાવશે. સુરતમાં ગરબા ગ્રાઉન્ડમાં સીસીટીવી રાખવા પડશે. આ સાથે અમદાવાદમાં પાર્કિંગમાં સીસીટીવી ફરજિયાત રાખવાં પડશે. જો વાહનો જેમતેમ પાર્ક કરેલાં હશે તો ગરબા સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. આ સાથે જ વાહનચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવી પડશે. નવરાત્રિને લઈને સુરત પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સૂચન અપાયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here