પોલીસ અને મેડિકલ ટીમ પર હુમલો કરનાર સામે પાસા સહિતના આકરા પગલા લેવાશે

0
134

રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. એક વ્યક્તિ અનેકને સંક્રમિત કરી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકડાઉનનો ભંગ ચલાવી શકાય તેમ નથી. કોઇપણ સંજોગોમાં પોલીસ લોકડાઉનનું પાલન કરાવશે. લોકડાઉનનનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અને મેડિકલ ટીમ પર હુમલો કરનાર સામે પાસા સહિતના આકરા પગલા લેવામાં આવશે. શાકમાર્કેટ, બેન્કો અને દુકાનોમાં ડ્રોનથી સર્વેલન્સ રાખવામાં આવશે તેમ રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here