અંબાજીમાં ભાદરવી પૂનમનું વિશેષ મહત્વ છે. આ દિવસે રાજ્યમાંથી અનેક પગપાળા સંધો માં અંબાના દર્શન કરવા અંબાજી પહોંચે છે. પગપાળા સંઘો દ્વારા અંબાજીમાં ધજા ચડાવવામાં આવે છે. ત્યારે આ દરમિયાન મહીસાગર પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અંબાજી જાય છે, ત્યારે માર્ગો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. જેને લઇને કેટલીક દુર્ઘટનાઓ પણ બને છે. જેને ધ્યાને રાખીને મહીસાગર પોલીસ દ્વારા પદયાત્રીઓને રેડિયમ રિફ્લેક્ટર લગાવેલી સેફ્ટી સ્ટીક આપવામાં આવી. અંબાજી જતા પદયાત્રીઓને મહીસાગર પોલીસે સેફ્ટી સ્ટીકનુ વિતરણ કર્યુ. તેમજ અંબાજી જતા વાહનોને પણ રેડિયમ લગાવવામાં આવ્યું.