પ્રખ્યાત ભરતનાટ્યમ ડાન્સર યામિની કૃષ્ણમૂર્તિનું 83 વર્ષની વયે અવસાન

0
97

હાલમાં જ મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભરતનાટ્યમ કલાકાર યામિની કૃષ્ણમૂર્તિનું નિધન થયું છે. તેમણે 84 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમનું નિધન નૃત્ય જગત માટે મોટી ખોટ છે. તેમના ચાહકો અને નજીકના લોકો સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ડાન્સર યામિની કૃષ્ણમૂર્તિના નિધનના સમાચાર તેના મેનેજર અને સેક્રેટરી ગણેશ દ્વારા આપવામાં આવ્યા છે. પીટીઆઈના અહેવાલ મુજબ, યામિનીએ શનિવારે, 3 ઓગસ્ટના રોજ અપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેણી 84 વર્ષની હતી. મેનેજર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડિત હતી. તે છેલ્લા 7 મહિનાથી ICUમાં દાખલ હતી.