પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ….

0
300

ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન  પૂર્ણ થયું છે  જેમાં સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં 19 જિલ્લાની 89 બેઠકો પર અંદાજે  સરેરાશ 57.75  ટકા મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો છે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થયું છે. ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થા કરાઈ હતી. મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ ખડેપગે રહ્યાં હતા. બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે છે. જ્યારે 8 ડિસેમ્બર પરિણામનો દિવસ છે.