ફરહાન અખ્તર લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ શિબાની સાથે મુંબઈમાં લગ્ન કરશે

0
489

47 વર્ષીય બોલિવૂડ એક્ટર-પ્રોડ્યૂસર-ડિરેક્ટર ફરહાન અખ્તર પોતાનાથી છ વર્ષ નાની શિબાની દાંડેકરને લાંબા સમયથી ડેટ કરે છે. હવે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફરહાન તથા શિબાની માર્ચ 2022માં વેડિંગ કરવાના છે. ડિસેમ્બર, 2021ના રોજ કેટરીના તથા વિકીએ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. ફરહાન તથા શિબાની ગ્રાન્ડ વેડિંગ પ્લાન કરી રહ્યા હતા. જોકે, મુંબઈમાં કોરોનાના કેસ વધતા તેમણે લગ્નમાં પરિવારના સભ્યો તથા નિકટના મિત્રોને જ આમંત્રણ આપવાનું નક્કી કર્યું છે.શિબાની તથા ફરહાને વેડિંગ માટે મુંબઈની ફાઇવ સ્ટાર હોટલ બુક કરી લીધી છે. લગ્નની મોટાભાગની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે.
ફરહાને વર્ષ 2000માં અધુના સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે દીકરીઓ શાક્યા અખ્તર તથા અકીરા અખ્તર છે. વર્ષ 2016માં ફરહાન તથા અધુનાએ ડિવોર્સ લીધા હતા. દીકરીઓની કસ્ટડી અધુનાને મળી હતી. ડિવોર્સ બાદ ફરહાનના સંબંધો શિબાની સાથે બંધાયા હતા. હવે ફરહાન મોડલ શિબાની સાથે બીજા લગ્ન કરવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here