ફાયરબ્રિગેડના જવાનોને સ્ટાફ ક્વાટર્સથી વંચિત રાખવાનો કારસો

0
561

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સે.૧૭માં ફાયરબ્રિગેડની વર્ષોજૂની ઇમારત
અને રહેઠાણના ક્વાટ્‌ર્સ તોડીને નવા ફાયર સ્ટેશન સિ સહિત ફાયર સ્ટાફ માટે તૈયાર કરાયેલ નવીન  ક્વાટ્‌ર્સ વિવાદના વમળમાં અટવાયા છે. આ ક્વાટ્‌ર્સ હવે અન્ય કર્મચારીઓને ફાળવી દેવાની હિલચાલ શરૂ થતાં મનપાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ આ મુદ્દે મુખ્યમં૬ીને પત્ર લખી આ ક્વાટ્‌ર્સ ફાયર બ્રિગેડ સ્ટાફ માટે જ બનાવવામાં આવેલ હોઈ તેમને જ ફાળવવા માટે રજૂઆત કરી છે.
ગાંધીનગરમાં સાડા ત્રણ દાયકાથી સે.૧૭માં ફાયર સ્ટેશનની ઇમારતમાં ફાયરબ્રિગેડની સેવા કાર્યરત રહી છે. આ સંકુલમાં ફાયરના
કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાટ્‌ર્સની સુવિધા પણ હતી. મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવતાં ફાયરબ્રિગેડ તેના સંચાલન હેઠળ આવ્યું છે. સે.૧૭ના આ સંકુલની જૂની ઇમારત અને ક્વાટ્‌ર્સ તોડીને નવું ફાયર સ્ટેશન અને ક્વાટ્‌ર્સ તૈયાર કરી દેવાયા છે. નિર્માણની કામગીરી
દરમિયાન ફાયરના કર્મચારીઓ અન્યત્ર ભાડેથી રહ્યા છે. હવે મનપા તંત્રએ સ્ટાફ ક્વાટ્‌ર્સ અન્ય કર્મચારીઓને ફાળવી દેવાનો કારસો
ગોઠવીને કપરા સંજોગોમાં જીવના જોખમે કામગીરી કરનાર ફાયર જવાનોને ધરાર અન્યાય કરવાની વૃત્તિ દાખવી છે. અધિકારીઓએ સંકુલ ખાતે રસ્તો ન હોવાનું અર્થહીન બહાનું આગળ ધરીને ક્વાટ્‌ર્સ ફાળવણીનો મુદ્દો અભરાઈએ ચઢાવી દેતાં વર્ષોથી નજીવા પગાર
ભથ્થાં, અપૂરતી સુવિધાઓ વચ્ચે પણ ઇમાનદારીથી ફરજ બજાવતા ફાયર જવાનોને રહેઠાણના હકથી વંચિત રાખતાં વિપક્ષ નેતા શ્રી
શૈલન્દ્રસિંહ બિહોલાએ સ્ટેન્ડીંગ કમીટીના મંજૂરીના ઠરાવની ઉપરવટ થયેલ મનસ્વી ગેરરીતિની તપાસ કરી ફાયર બ્રિગેડના કર્મચારીઓને જ આ ક્વાટ્‌ર્સ ફાળવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here