ફીફા વિશ્વકપના રોમાંચક ફાઇનલમાં મેસ્સીનું વિશ્વકપ જીતવાનું સપનું પૂરુ…..

0
260

કત્તારમાં આર્જેન્ટીનાએ ઈતિહાસ રચી દીધો છે. લિયોનેલ મેસ્સીના બે ગોલની મદદથી આર્જેન્ટીનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને હરાવી દીધુ છે. ફીફા વિશ્વકપના રોમાંચક ફાઇનલમાં આર્જેન્ટીનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવી વિશ્વકપ જીતી લીધો છે. આ જીત સાથે લિયોનેલ મેસ્સીનું વિશ્વકપ જીતવાનું સપનું પૂરુ થઈ ગયું છે. આર્જેન્ટીનાએ 1986 બાદ વિશ્વકપની ટ્રોફી જીતી છે. મેચમાં આર્જેન્ટીનાએ પ્રથમ હાફમાં આર્જેન્ટીનાએ 2-0ની લીડ મેળવી હતી. પરંતુ બીજા હાફના અંતિમ સમયમાં ફ્રાન્સે વાપસી કરી અને એમ્બાપ્પેએ બે ગોલ કર્યા હતા. ત્યારબાદ મેચ એક્સ્ટ્રા ટાઇમમાં પહોંચી હતી. જેમાં પણ બંને ટીમોએ એક-એક ગોલ કર્યો હતો. એટલે કે એક્સ્ટ્રા ટાઇમ બાદ સ્કોર 3-3થી બરોબર રહ્યો હતો. લિયોનેલ મેસ્સીએ એક્સ્ટ્રા ટાઇમના બીજા હાફમાં મેસ્સીએ 108મી મિનિટે ગોલ કર્યો હતો. આ ગોલ આર્જેન્ટીનાની જીતમાં નિર્ણાયક સાબિત થયો હતો.