વિશ્વ શાંતિ માટે શ્રી સ્વામિનારાયણ મહાયજ્ઞનો શુભારંભ…..

0
206

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગતવિશ્વ શાંતિ શ્રી સ્વામિનારાયણ મહાયજ્ઞનો શુભારંભ થયો હતો. મહંત સ્વામી મહારાજે આ મહાયજ્ઞમાં પ્રથમ આહુતિ આપી હતી. સમગ્ર મહોત્સવ દરમ્યાન ચાલશે અને યજ્ઞ જ્યોતિ સદૈવ પ્રજ્વલિત રહેશે. મહાયજ્ઞ વિભાગના મુખ્ય સંત પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીએ જણાવ્યુ હતું કે, કે સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રસરે તેવા ઉદ્દેશ્યથી અહીં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં પ્રત્યેક મંત્રમાં ઓમનો ઉચ્ચાર થશે. અહીં દરેક યજમાન અંદાજે 500 મંત્રની આહુતિ આપશે. વૈદિક મંત્રોના હોમ સાથે થનારા મંત્ર દ્વારા વિશેષ ઊર્જા ઉત્પન્ન થશે જે પર્યાવરણને પણ શુદ્ધ કરશે.

સનાતન હિંદુ ધર્મની માન્યતા છે કે વૈદિક મંત્રોચ્ચાર સાથેના આવા યજ્ઞથી વાતાવરણમાં સકારાત્મક આવે છે અને ઉપાધિઓ દૂર થાય છે. પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા શતાબ્દી મહોત્સવના ભાગરૂપે આવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજનું એક કાર્ય વિવિધ ઉત્સવો અને યજ્ઞ દ્વારા આપણી પ્રાચીન હિન્દુ પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનું હતું. આ જ પરંપરાને આગળ ધપાવતા ગુરુહરિ મહંતસ્વામી મહારાજે જાતે મહાયજ્ઞમાં જોડાઈ સૌ પ્રથમ આહુતિ આપી. આ મહાયજ્ઞમાં અમેરિકા, યુકે, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, કેન્યા, તાંઝાનિયા, દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાંથી યજમાન જોડાશે.મહાયજ્ઞમાં સહભાગી થવા માંગતા યજમાનોને રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સિસ્ટમ બનાવવામાં આવી. જ્યાં દરેક યજમાન યજ્ઞની તારીખ અને સમય પસંદ કરી શકે. 70 સ્વયંસેવકો અને 7 સંતો દ્વારા એક મહિનામાં 120 સ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવ દરમ્યાન કર્મકાંડ કરનારા તમામ બ્રાહ્મણો અહીં સેવા કરે છે. યજ્ઞ વિધિ કરવા માટે યજમાન પાસેથી દાન નથી સ્વીકારતા.