અમિત શાહનો વીડિયો વાયરલ કરનારા બેની ગુજરાતથી ધરપકડ…

0
186

દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો અંગે FIR નોંધી હતી. આ વીડિયોમાં શાહ એસસી-એસટી અને ઓબીસીની અનામતને ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે. જો કે ન્યૂઝ એજન્સી પીટીઆઈના ફેક્ટ ચેકમાં આ વીડિયો નકલી સાબિત થયા હતા. ત્યારે આ એડિટેડ વીડિયોને ફેલાવવા અંગેની એક ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ભાજપે આ વીડિયોને લઈને દેશભરમાં FIR નોંધવાનો નિર્ણય લીધો છે. ત્યારે આ એડિટેડ વીડિયોને શેર કરતા ગુજરાતથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પીએ છે, અને બીજો આપનો કાર્યકર્તા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે અમિત શાહની સભાના વીડિયોને ખોટી રીતે વાયરલ કરનારની ધરપકડ કરી છે. આરોપીઓએ કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેર સભાના વીડિયોને એડિટ કરીને વાયરલ કર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 2 શખ્સોની ધરપકડ કરી છે. જેઓએ અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વીડિયોને એડિટ કરીને વાયરલ કર્યા હતા. સતિષ વસાણી અને આરબી બારીયાની ધરપકડ કરાઈ છે. જેમાં આરબી બારીયા આપનો કાર્યકર્તા છે. તો સતીષ વસાણી કોગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો pa છે.