ફુડકોર્ટની ગટરો છેલ્લા ઘણા સમયથી ઉભરાઇ જવાથી દુર્ગંધ યુક્ત વાતાવરણ

0
1037

ગાંધીનગર શહેરના સેક્ટર-૧૬માં આવેલી ફુડકોર્ટની ગટરો છેલ્લા ઘણા સમયથી ઉભરાઇ જવાથી આ વિસ્તારમાં ગંદુ પાણી વહી રહ્યું છે. ફુડકોર્ટમાં રોજના અસંખ્ય લોકો ખાણી-પીણી માટે આવતાં હોય છે. ત્યારે ગટરો ઉભરાવાથી લોકોને દુર્ગંધ યુક્ત વાતાવરણમાં બેસીને આરોગવાની નોબત આવી છે પરંતુ તંત્ર દ્વારા તેમજ ફુડકોર્ટમાં આવેલાં સ્ટોલના સંચાલકો દ્વારા પણ આ ગંદકી દુર થાય તે માટે કોઇ જ પ્રયત્ન કરવામાં આવતાં નથી. હાલમાં ગટરના પાણી ઉભરાતાં સ્થિતિ નર્કાગાર બની ગઇ છે.

પાટનગરના મધ્યમાં તંત્ર દ્વારા થોડા વર્ષ અગાઉ નગરજનોને એક જ સ્થળ પર ખાણી-પીણીની સુવિધા પ્રાપ્ત થઇ શકે તે માટે ફુડકોર્ટ સેક્ટર-૧૬માં ઉભી કરવામાં આવી છે. જેમાં વિવિધ ખાણી-પીણીની સ્ટોલની સાથે સાથે જરૂરી પ્રાથમિક સુવિધાઓ પણ ઉભી કરાઇ છે.

ત્યારે આ ફુડકોર્ટમાં ચોમાસાની મોસમમાં વરસાદી પાણી ભરાવાની સાથે સાથે ગટરના ગંદા પાણી અવાર નવાર ઉભરાતાં હોવાથી તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરી નહીં હોવાનું નજરે પડતું હોય તેમ દર વર્ષે આ પરિસ્થિતિનો સામનો ફુડકોર્ટમાં આવતાં મુલાકાતીઓ તેમજ સ્ટોલના સંચાલકોને કરવો પડે છે. ત્યારે છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં આવેલી ગટરો ઉભરાતાં તેના ગંદા પાણી ફુડકોર્ટમાં વહી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here