ફ્રોડ છે સીમા હૈદર, હાલ હિન્દુ છે કાલે ક્રિશ્ચિયન બની જશે..Pakistani બહેનપણીનાં ચોંકાવનારા દાવા

0
401

પાકિસ્તાનની સીમા હૈદર અને નોઈડામાં રહેતા સચિનની પ્રેમ કહાણી હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. સીમા હૈદર (Seema Haider) તેના ચાર બાળકો સાથે ભારતામાં ઘુસી હતી. જે બાદ પોલીસે સચિન અને સીમા સહિત તમામની કસ્ટડી મેળવી હતી. એ પછી કોર્ટે સીમાને જામીન આપ્યા હતા. ત્યારે હાલ સીમા તેના ચાર બાળકો સાથે સચિન સાથે રહી રહી છે. આ દરમિયાન હવે સીમા હૈદરની એક પાકિસ્તાની બહેનપણીએ ચોંકાવનારા દાવા કર્યા છે. તેણે સીમા-સચિનની લવ સ્ટોરી પર સવાલ ઉઠાવતા આક્ષેપ મૂક્યો છે. તેણે સીમા પર હિન્દુઓ અને પાકિસ્તાન સાથે છેતરપિંડી આચરી હોવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે, સીમા હૈદર હિન્દુસ્તાન જઈને નાટક કરી રહી છે. સીમાના અન્ય પણ કેટલાંક ફ્રેન્ડ્સ છે. તે આજે હિન્દુ બની ગઈ છે તો કાલે ક્રિશ્ચિન પણ બની જશે. તે વર્લ્ડ કપ જોવા માટે ભારત આવી છે. એ પછી તે પાકિસ્તાન પાછી જતી રહેશે.

પાકિસ્તાની બહેનપણીનો વીડિયો વાયરલ

સીમા હૈદરને પોતાની નાનપણની મિત્ર ગણાવતી પાકિસ્તાનની એક યુવતીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વીડિયોમાં યુવતીએ સીમા હૈદર પર અનેક આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું કે, સીમાને તે નાનપણથી ઓળખે છે. તેની તમામ હરકતોથી તે સારી રીતે વાકેફ છે. સીમા ફ્રોડ છે અને તે પાકિસ્તાન જ નહીં પણ હિન્દુઓ સાથે પણ છેતરપિંડી આચરી રહી છે. હાલ તે ઈસ્લામ છોડીને હિન્દુ બની ગઈ છે. ભવિષ્યમાં તે ક્રિશ્ચિન પણ બની શકે છે.