બિહારના પૂર પીડિતો માટે અમિતાભ બચ્ચને 51 લાખનું મહાદાન કર્યું…

0
484

પૂરગ્રસ્ત બિહારને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને 51 લાખ રુપિયાની આર્થિક મદદ કરી છે. તેમણે આ મદદ બિહારના મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરી છે. મહાનાયકના એક પ્રતિનિધિએ તેમના તરફથી બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીની મુલાકાત લીધી હતી અને આર્થિક મદદ માટે 51 લાખ રુપિયાનો ચેક સોંપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બિહાર ભારે વરસાદના કારણે પૂરગ્રસ્ત બન્યું હતું, પરિસ્થિતિઓ એટલી ગંભીર હતી કે રાજ્યમાં વરસાદી દુર્ઘટનાઓએ લગભગ 100થી વધારે લોકોને જીવ લીધો હતો. આ દરમિયાન બિહારે ભારે નુકસાન વેઠવુ પડ્યું હતું.

અમિતાભ બચ્ચને ચેક સાથે મુખ્યમંત્રી નીતીશ કુમારને એક પત્ર પણ લખ્યો હતો, જેમાં તેમણે બિહાર પર આવેલી કુદરતી આફત માટે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, બિહારમાં જનજીવન સામાન્ય કરવા માટે આ તેમની નાની સરખી મદદ છે.

આ વર્ષે સતત વરસી રહેલા વરસાદે બિહાર સહિત અન્ય કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિ ઉભી કરી હતી. બિહારના અનેક વિસ્તારોમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઇ હતી જેમાં 100થી વધારે લોકોના મોત નીપજ્યા હતા અને જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઇ ચૂક્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here