બિહારના ભૂતપૂર્વ CM કર્પુરી ઠાકુરને ભારતરત્નથી નવાજવામાં આવશે…

0
180

‘જનનાયક’ તરીકે ઓળખાતા ઠાકુર પછાત વર્ગના હિતના હિમાયતી હતા,બિહારના બે વખતના મુખ્યપ્રધાન અને ઓબીસી રાજનીતિના મૂળસ્ત્રોત ગણાતા કર્પુરી ઠાકુરને મરણોપરાંત ભારતરત્નથી નવાજવામાં આવશે. કર્પુરી ઠાકુરની જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિભવને ગુરુવારે આ જાહેરાત કરી હતી. કર્પુરી ઠાકુર એવા પ્રથમ બિન-કોંગ્રેસી સમાજવાદી નેતા હતા, જેઓ બે વાર મુખ્યમંત્રી બન્યાં હતા. ડિસેમ્બર 1970માં સાત મહિના માટે અને પછી 1977માં બે વર્ષ માટે તેઓ બિહારના સીએમ હતા. જન નાયક તરીકે ઓળખાતા કર્પુરી ઠાકુર દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારતરત્ન મેળવનારા 49મા વ્યક્તિ છે. આ પુરસ્કાર છેલ્લે 2019માં સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને એનાયત કરાયો હતો. 24 જાન્યુઆરી, 1924નાં રોજ નાઈ સમાજમાં જન્મેલા ઠાકુરને બિહારના રાજકારણમાં 1970માં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધનો શ્રેય આપવામાં આવે છે. સમસ્તિપુર જિલ્લામાં જ્યાં તેમનો જન્મ થયો હતો તે ગામને કર્પુરી ગ્રામ નામ આપવામાં આવ્યું હતું.