આજે ભારત માં કોરોના વેક્સીન ડોઝ નો ૧૦૦ કરોડ નો આંકડો પાર થશે….

0
484

કોરોના મહામારી સામે રસીકરણ અભિયાનના નવ મહિના બાદ ભારત એક બિલિયન ડોઝ અથવા 100 કરોડમાં ડોઝનો સિમાચિહ્ન હાંસલ કરવા માટે સજ્જ બન્યો છે. કોરોના સામેના જંગમાં આવતીકાલે આ એક મોટી સિદ્ધીની ભવ્ય ઉજવણી કરવા સરકારે ટ્રેન, વિમાન અને જહાજોમાં લાઉડસ્પીકર્સથી જાહેરાત કરવાની યોજના બનાવી છે. સરકારે ઉજવણીના બીજા ઘણા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. બુધવારની બપોર સુધીમાં વેક્સિનનના આશરે 99.4 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના નેતાઓને વેક્સિનેશન સેન્ટર્સની મુલાકાત લેવાની સૂચના આપવામાં આવી છે. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં હાજર રહેશે, જ્યારે પક્ષના મહામંત્રીઓ અરુણ સિંહ અને દુશ્યંત ગૌતમ તમિલનાડુના કોઇમ્બતુર અને યુપીના લખનૌમાં હાજર રહેશે.
વેક્સિનના 100 કરોડમાં ડોઝના આંકની ઉજવણી કરવા સરકારે ટ્રેન, વિમાન અને જહાજોમાં લાઉડસ્પીકર્સથી જાહેરાત કરવાની યોજના બનાવી છે. સરકાર આ પ્રસંગે દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે.
વિશ્વમાં અત્યાર સુધી એકમાત્ર ચીને વેક્સિનના 100 કરોડ ડોઝ આપ્યા છે. ચીને જૂનમાં એક અબજના આ મહત્ત્વના આંકને હાંસલ કર્યો હતો.

ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિનની ઉજવણીના ભાગરૂપે સરકારે એક દિવસમાં વેક્સિનના આશરે 2.5 કરોડ ડોઝ આપ્યાં હતા. એક દિવસમાં એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હોય તેવો આ ચોથો પ્રસંગ હતો. જોકે આ પછી ડોઝની વાસ્તવિક સંખ્યા અંગે કેટલાંક સવાલો પણ ઉઠ્યા હતા, કારણ કે મધ્યપ્રદેશમાં કેટલીક આઘાતજનક વિસંગતતા જોવા મળી હતી. મધ્યપ્રદેશમાં મૃત વ્યક્તિઓને પણ રસી આપવામાં આવી હોવાના કેટલાંક અહેવાલ આવ્યા હતા. ભારતમાં આંશિક રીતે અને સંપૂર્ણ વેક્સિનેશન વચ્ચેનો તફાવત વિશ્વમાં સૌથી વધુ છે. દેશમાં કોરોનાથી આશરે 4.52 લાખ લોકોના મોત થયા છે ત્યારે આ બાબત ચિંતાજનક છે.

કોરોનાના અજાણ્યા અને અણધાર્યા જોખમની વચ્ચે 100 કરોડ વેક્સિન ડોઝ આપવાની કામગીરી સરકારની મોટી સિદ્ધી ગણી શકાય છે, કારણ કે મહામારીનું સ્વરૂપ વિકરાળ હતું. આ ઉપરાંત વેક્સિનના સંશોધન, ઉત્પાદન, વિતરણ અને ડિલિવરી સંબંધિત અનેક પડકારો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here