દેશમાં આગામી પાંચ દિવસ અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી…

0
170

ગરમીએ લોકોની હાલત ખરાબ કરી દીધી છે. એકતરફ પારો ચઢી રહ્યો છે તો બીજી તરફ લૂ પણ થપેડા મારી રહી છે. હવામન વિભાગના અનુસાર પૂર્વી ભારતના એક મોટા ભાગમાં લૂનો આતંક જોવા મળી રહ્યો છે. આગામી 5 દિવસ હીટવેવ ચાલુ રહેશે. પશ્વિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને બિહારના કેટલાક વિસ્તારોમાં લૂ પરેશાન કરી શકે છે. આ મહિનામાં બીજી વખત થનાર છે. પંજાબ-હરિહવામાન વિભાગે જણાવ્યું છે કે દેશના વિવિધ ભાગોમાં ચારથી આઠ દિવસ હીટવેવના દિવસોની આગાહી કરાઇ છે. એપ્રિલથી જૂનના ગાળામાં સામાન્યપણે ચારથી આઠ દિવસની હીટવેવ હોય છે, ત્યારે આ વખતે 10થી 20 દિવસની ચેતવણી અપાઇ હતી.

હીટવેવના વધુ દિવસો હોય તેવા રાજ્યોમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, આંધ્રપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, બિહાર અને ઝારખંડ અને મરાઠવાડાનો સમાવેશ થાય છે. અનેક સ્થળોએ 20થી વધુ હીટવેવના દિવસો નોંધાઇ શકે છે.

આકરી ગરમીને કારણે પાવર ગ્રિડ્સ પર પ્રેશર વધી શકે છે અને તેના કારણે દેશમાં પાણીની સમસ્યા થઇ શકે છે.યાણા અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે. આવો જાણીએ આગામી 4-5 દિવસ હવામાન કેવું રહેશે.