બી.જે.પી ને મળી મોટી સફળતા…જે. બી. પટેલ જોડાશે ભાજપમાં !!!

0
272

જે. બી. પટેલ અહેમદ પટેલ જૂથના ગણાતા હતા. અને તેઓ એક સમયે કોંગ્રેસના હાઇકમાન્ડની નજીક હોવાનું પણ માનવામાં આવતું હતું. લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત બાદ અમદાવાદ  ની વેજલપુર વિધાનસભા માં ઓપરેશન લોટસ ને મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. નખશીખ કોંગ્રેસી  ગણાતા જે. બી. પટેલ ટુંક સમયમાં કેસરિયો ધારણ કરશે. તેમની સાથે અન્ય અગ્રણીઓ પણ ભાજપમાં જોડાઇ શકે છે. જે. બી. પટેલ અહેમદ પટેલ જૂથના ગણાતા હતા. અને તેઓ એક સમયે કોંગ્રેસના હાઇકમાન્ડની નજીક હોવાનું પણ માનવામાં આવતું હતું.લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ અન્ય પાર્ટીઓમાંથી નેતાઓનું ભાજપ તરફ પ્રયાણ જારી છે. તો કેટલીક જગ્યાએ ઓપરેશન લોટસ સફળ થતા અગ્રણીઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. આ સિલસિલો જારી રાખતા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ઓપરેશન લોટસ અંતર્ગત મોટી સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સમયે નખશીખ કોંગ્રેસી અને અહેમદ પટેલ જુથના વજનદાર નેતા ગણાતા જે. બી. પટેલ ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે. તેઓ કોંગ્રેસના હાઇકમાન્ડની નજીકના હોવાનું પણ માનવામાં આવતું હતું. તેમની સાથે રમાભાઇ ભરવાડ પણ ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે.. બી. પટેલ વર્ષ 1995, 1998, 2002 માં વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. તેઓ માંડલ વિધાનસભા બેઠક પરથી પણ ઉમેદવાારી કરી રહ્યા છે. એટલું જ નહિ તેઓ અમદાવાદના પ્રતિષ્ઠિત રાજપથ ક્બલના સેક્રેટરી પણ રહી ચુક્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ગત ચૂ્ંટણીમાં જે. બી. પટેલ પરિજનને વેજલપુર બેઠક પરથી ચૂંટણીની ટીકીટ મળી હતી. જેમાં તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો. અને બેઠક પરથી ભાજપના અમિત ઠાકરનો વિજય થયો હતો. આ સફળતા મળતા જ વિસ્તારને કોંગ્રેસ મુક્ત કરવામાં સફળતા મળી રહી છે. સાથે જ ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડનાર છે. પરિસ્થીતીઓને જોતા તેઓ ગત લોકસભાની ચૂંટણીના મતદાનને રેકોર્ડ તોડી નવા વિક્રમી મત સાથે જીત મેળવી શકે છે.