RCB ને મળી ગઈ વુમન ‘વિરાટ’…એલિસા પેરીએ WPL 2024 માં ફટકાર્યા ગગનચુંબી છગ્ગા

0
75

એલિસા પેરીને જ્યારે ઓરેન્જ કેપ એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે તેની ખુશી બેવડાઈ ગઈ. આ એવોર્ડ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવે છે. એલિસા પેરીએ WPL 2024ની કુલ 9 મેચોમાં 69.40ની સરેરાશથી 347 રન બનાવ્યા છે.મેદાનમાં મચી વુમન ‘વિરાટ’ની ધૂમ!!!!!!
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એ મહિલા પ્રીમિયર લીગ 2024 (WPL 2024) નું ટાઇટલ જીતીને તેના ચાહકોને મોટી ભેટ આપી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની આ ટ્રોફી જીતવામાં એમની એક ઓલ રાઉન્ડરની સૌથી મહત્ત્વની ભૂમિકા હતી. આ સ્ટાર ઓલરાઉન્ડરની ભૂમિકા બીજા કોઈ નહીં પણ એલિસા પેરીએ ભજવી છે. એલિસા પેરીએ ખરેખર પોતાની અદભુત રમતના લીધે દિલ જીતી લીધું. આરસીબીના ચાહકો તેની આ જબરદસ્ત પારીને ક્યારેય નહીં ભૂલી શકે. એટલે તો કેટલાંક ચાહકો તેને લેડી વિરાટ કહીને પણ સંબોધે છે. કારણકે, આરસીબી અને વિરાટ કોહલી એકબીજાના પર્યાય રહ્યાં છે.