‘બેટલ ઓફ ગલવાન’ના ટીઝરથી ચીનમાં ખળભળાટ…..

0
153

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ ના ટીઝરે પડોશી દેશ ચીનમાં ખળભળાટ મચાવી દીધો છે. ડિસેમ્બર મહિનામાં ટીઝર રિલીઝ થયા બાદ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે આ ફિલ્મને લઈને એક વિસ્તૃત લેખ પ્રકાશિત કર્યો છે.‘બેટલ ઓફ ગલવાન’ ફિલ્મ 2020માં પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ પર આધારિત છે. ગ્લોબલ ટાઈમ્સે પોતાના લેખમાં દાવો કર્યો છે કે કોઈપણ પ્રકારની સિનેમેટિક સર્જનાત્મકતા કે અતિશયોક્તિપૂર્ણ વાર્તા દ્વારા ઇતિહાસને ફરી લખી શકાય નહીં અને ચીનના સાર્વભૌમ પ્રદેશના રક્ષણ માટે પીપલ્સ લિબરેશન આર્મીના સંકલ્પને પણ ડગમગાવી શકાય નહીં.