‘ભારત એક ગાથા’ થીમ પર અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનો પ્રારંભ……

0
562

નવા વર્ષની ઉત્સાહભરી શરૂઆત સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મો આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો આજથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આગામી 22 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.આ વર્ષનો ફ્લાવર શો માત્ર સુંદરતા જ નહીં, પરંતુ ભારતની ભવ્યતાની પણ પ્રતીતિ કરાવશે. ‘ભારત એક ગાથા’ થીમ હેઠળ ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક વિકાસ સુધીની સફરને ફૂલોના માધ્યમથી કંડારવામાં આવી છે. શોમાં કુલ 170થી વધુ ફ્લોરલ સ્કલ્પચર્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં નીચે મુજબના મુખ્ય આકર્ષણો છે.