વર્ષના પહેલા જ દિવસે LPG સિલિન્ડરના ભાવમાં વધારો…..

0
1562

નવા વર્ષના પહેલા દિવસે નાગરિકોને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે આજથી દેશભરમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર રુ. 111 નો વધારો કર્યો છે, જેનાથી લોકોના ખિસ્સા પર બોજ પડશે. કંપનીઓએ નવી રેટ લિસ્ટ જારી કરી છે અને તમામ ગેસ એજન્સીઓને નવા દરે સિલિન્ડર પૂરા પાડવા સૂચના આપી છે,નવી કિંમત આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવી છે. આના એક મહિના પહેલા, એટલે કે ડિસેમ્બરમાં, તેની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તેનાથી વિપરીત, ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે PNG ના ભાવ ઘટાડ્યા છે.