બોપલમાં દારુના નશામાં 6 શખ્સોએ ખુલ્લેઆમ કર્યું ફાયરિંગ….

0
187

અમદાવાદમાંથી અવારનવાર આતંકની ઘટનાઓ સામે આવતી હોય છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવે છે. હવે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બોપલમાં દારુના નશામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મળતી માહિતી મુજબ 6 લોકોએ સ્ટાર્ટર ગનથી હવામાં ફાયરિંગ કર્યુ હતું.

અમદાવાદના બોપલ વિસ્તારના એક કોમ્પલેક્ષમાં દારૂના નશામાં 6 લોકોએ ગનથી ફાયરિંગ કર્યું હતું. આ લોકોએ સ્ટાર્ટર ગનથી હવામાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ફાયરિંગના અવાજથી આસપાસમાં રહેતા સૌ કોઈ ગભરાઈ ગયા હતા. આ બાબતે ત્વરિત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ દ્વારા આ મામલે 6 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.