બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન ઘરમાં ચામાચીડિયું ઘૂસી ગયું

0
128

બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તેઓ સતત ફેન્સ સાથે સંકળાયેલા રહે છે. આ ઉપરાંત તેઓ અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો પર યૂઝર્સ સાથે શેર કરતા રહે છે.
તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેમણે ચામાચીડિયું ઘરમાં ઘૂસી ગયું હોવાની વાતની જાણકારી લોકોને આપી હતી. તેમણે પોતાની એક તસવીર સાથે કેપ્શનમાં લખ્યું, બ્રેકિંગ ન્યૂઝ. આ કલાકના સૌથી મોટા સમાચાર. એક ચામાચીડિયું, હા એક ચામાચીડિયું- હાલ મારા રૂમમાં ઘૂસી ગયું છે. જલસાના ત્રીજા માળ પર, જ્યાં અમે બેસીને વાતો કરતા હતા. આ પહેલા ક્યારેય આ વિસ્તાર કે મારા ઘર અથવા રૂમમાં અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. અને તેને અમારું જ ઘર મળ્યું, કોરોના તો પીછો નથી છોડી રહ્યો. ઉડી ઉડીને તે આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here