બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ

0
539

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ છે. તેઓને મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મળતી માહિતી મુજબ અમિતાભ બચ્ચનને લિવરની સમસ્યા છે. જેના ચેકઅપ માટે તેમને હોસ્પિટલ લવાયા છે. અન્ય માહિતિ એવી છે કે તેમનું લિવર માત્ર 25 ટકા જ કામ કરી રહ્યું છે જેને લઇ તેમને ICUમાં રખાયા છે.બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને મંગળવારે સવારે 3 વાગે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે તેમને રૂટિન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ વાતને ખૂબ જ સીક્રેટ રાખવામાં આવી હતી. અને સાથે જ તેમની પાસે કોઈને પણ આવવાની પરમિશન મળી ન હતી. 3 દિવસ થયા છતાં હોસ્પિટલ તરફથી કોઈ હેલ્થ રિપોર્ટ આવ્યો નથી અને પ્રશ્ન એ પણ છે કે રૂટિન ચેકઅપ જ હતું તો તેમને સવારે 3 વાગે હોસ્પિટલ શા માટે લાવવામાં આવ્યા.

વર્કફ્રંટની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિ 11માં જોવા મળી રહ્યા છે. KBC સિવાય અમિતાભ બોલીવુડમાં પોતાની 4 અપકમિગ ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે. જેમાં ગુલાબો-સિતાબો, બ્રહ્માસ્ત્ર, ઝુંડ અને ચહેરા જેવી ફિલ્મો સામેલ છે. ઝુંડ ફિલ્મમાં અમિતાભ પહેલી વાર ફિલ્મ સૈરાટના ડાયરેક્ટર નાગરાજ મંજુલ સાથે કામ કરશે. બ્રહ્માસ્ત્રમાં આલિયા, રણબીર અને મૉની રોયની સાથે કામ કરતા જોવા મળશે. આ સિવાય ગુલાબો-સિતાબોમાં આયુષ્માન ખુરાના સાથે કામ કરતા જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here