ભાજપના MLA કેતન ઈનામદારનું રાજીનામુ….

0
306

લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને તમામ પક્ષો જોરદાર પ્રચારમાં લાગી ગયા છે ત્યારે ભાજપને ગુજરાતમાં આંચકો લાગ્યો છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે અચાનક ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે અને વિધાનસભાના અધ્યક્ષને ઈ-મેઈલ કરી દીધો છે. વિધાનસભા અધ્યક્ષે હજુ સુધી રાજીનામુ સ્વીકાર્યું નથી. ઈનામદારનું કહેવું છે કે ભાજપમાં જે રીતે ભરતીમેળો ચાલે છે તેનાથી તેઓ નારાજ છે. ભાજપમાં બીજા કાર્યકરો પણ ભરતીમેળાથી નાખુશ છે અને રાજીનામા આપી શકે છે.કેતન ઈનામદારે મોડી રાતે રાજીનામાનો ઈમેઈલ કરી દીધો છે. તેમણે માત્ર ત્રણ લાઈનમાં પોતાનું રાજીનામુ લખ્યું છે જેમાં તેઓ કહે છે કે હું હું કેતન કુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરુ છું. મારા અંતર આત્માના અવાજને માન આપીને મારૂ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે.કેતન ઈનામદારનું કહેવું છે કે ભાજપમાં જૂના કાર્યકરોની અવગણના થાય છે અને નવા લોકોને આગળ લાવવામાં આવે છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આ પત્ર સ્વીકારશે ત્યારે જ તેમનું રાજીનામુ કહી શકાય. તેના માટે તેમણે રૂબરુ જઈને રાજીનામાનો પત્ર આપવો પડશે. તેમનો આરોપ છે કે ભાજપમાં વિરોધીઓને મોટા કરવામાં આવે છે.