ભાજપ ભારતની પસંદગીની પાર્ટી, લોકો તેને ફરીથી પસંદ કરશે: સ્થાપના દિવસ પર બોલ્યા પીએમ મોદી

0
216

બીજેપી નો આજે ૪૪મો સ્થાપના દિવસ છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટીના તમામ કાર્યકરોને શુભકામનાઓ પાઠવી છે. સાથે જ ભારતના ૧૪૦ કરોડ લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો છે. ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા , પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ પણ આ અવસર પર પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, આજે ભાજપના સ્થાપના દિવસ પર, ‘હું સમગ્ર ભારતમાં પક્ષના તમામ સાથી કાર્યકરોને મારી શુભકામનાઓ આપું છું. હું એ તમામ મહાન મહિલાઓ અને પુરુષોની મહેનત, સંઘર્ષ અને બલિદાનને પણ ખૂબ જ આદરપૂર્વક યાદ કરું છું જેમણે વર્ષોથી અમારી પાર્ટીનું નિર્માણ કર્યું. હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે અમે ભારતની પ્રિય પાર્ટી છીએ, જેણે હંમેશા `નેશન ફર્સ્ટ`ના સૂત્ર સાથે કામ કર્યું છે.’