ભારતના 51માં ચીફ જસ્ટિસ બન્યા જસ્ટિસ સંજીવ ખન્ના…

0
113

જસ્ટિસ સંજીવ ખન્નાએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ ત રીકે શપથ લીધા. જસ્ટિસ ખન્નાના નામની ભલામણ જસ્ટિસ ચંદ્રચૂડે કરી હતી. ચંદ્રચૂડ 10 નવેમ્બરના રોજ 65 વર્ષની ઉંમરે રિટાયર થયા. 14 મે 1960ના રોજ જન્મેલા સંજીવ ખન્નાએ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરથી કાયદાનો અભ્યાસ કર્યો. દિલ્હી હાઈ કોર્ટના જજ નિયુક્ત થતા પહેલા તેઓ ત્રીજી પેઢીના વકીલ હતા. જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના 11માં ચીફ જસ્ટિસ બન્યા છે. તેઓ છ મહિના સુધી આ પદ પર રહેશે. તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદના શપથ લેવડાવ્યા. તેઓ હાલમાં રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકારણના કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા હતા. આ સાથે જ ભોપાલમાં રાષ્ટ્રીય ન્યાયિક અકાદમીની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય છે. પૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે તેમનું નામ આગળ વધાર્યું છે. ડીવાય ચંદ્રચૂડ રવિવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના પદેથી રિટાયર થયા.