ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવરે લીધી વિક્રમ લેન્ડરનીતસવીર! ભારતને બન્ને પર ગર્વ

0
140

ISRO એ ચંદ્ર પરથી વિક્રમ લેન્ડરની પ્રથમ તસવીર જાહેર કરી છે, જેને રોવર પ્રજ્ઞાન દ્વારા ક્લિક કરવામાં આવી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ મંગળવારે કહ્યું કે ચંદ્રયાન-3ના અન્ય ઈન્સ્ટ્રુમેન્ટે ચંદ્ર પર અનેક તત્વોની હાજરી શોધી કાઢી છે. ખાસ કરીને, તેને સંકેતો મળ્યા છે જે ચંદ્ર પર સલ્ફરની હાજરીની પુષ્ટિ કરે છે, જેના માટે પ્રત્યક્ષ પુરાવા હજુ સુધી ઉપલબ્ધ નહોતા.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સોફ્ટ લેન્ડિંગ કર્યા પછી પ્રજ્ઞાન રોવર લેન્ડર વિક્રમથી નીચે આવ્યા પછી તેના કામમાં વ્યસ્ત છે. પ્રજ્ઞાને અત્યાર સુધીમાં એક ટેરાબાઈટથી વધુ ડેટા મોકલ્યો છે. આ ઉપરાંત, ચંદ્રની સપાટીના તાપમાન પ્રોફાઇલને લગતી મહત્વપૂર્ણ માહિતી પણ મોકલવામાં આવી છે. અત્યાર સુધી વિક્રમ લેન્ડરે પ્રજ્ઞાન રોવરની તસવીરો મોકલી હતી, હવે પહેલીવાર પ્રજ્ઞાને વિક્રમની તસવીર લીધી છે, જેને ઈસરોએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરી છે.