ભારતમાં ઘાતક મંકીપોક્સ ચેપી રોગનો પ્રથમ કેસ….

0
74

મંકીપોક્સ વાઈરસે કેટલાક દેશોમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ તેનો પ્રથમ કેસ આવી ગયો હોય તેવું લાગે છે. તાજેતરમાં વિદેશ ફરી આવેલી એક વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણ જોવા મળતા જ તેને આઈસોલેટ કરવામાં આવ્યો છે અને સેમ્પલને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. Mpoxના લક્ષણ ધરાવતી વ્યક્તિ હાલમાં સ્થિર કંડિશનમાં છે અને ચિંતા કરવાની જરૂર નથી તેમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.તાજેતરમાં WHOએ Mpoxના ફાટી નીકળ્યો તેને આંતરરાષ્ટ્રીય ચિંતાની આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ખોટી ચિંતા કરવાની જરૂર નથી, યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે શંકાસ્પદ વ્યક્તિમાં ચેપની ખરાઇ કરીને કહ્યું કે, તેણે તાજેતરમાં એવા દેશની યાત્રા કરી હતી, જયાં મંકીપોક્સના રોગનો ભયંકર પ્રકોપ યથાવત્ છે. આ આધારે દેશમાં મંકીપોક્સના પ્રથમ મામલાની પુષ્ટિ યાત્રાથી સંબંધિત ચેપના રુપમાં થઈ છે. દર્દીની આઇસોલેશનમાં પ્રોટોકોલના અનુસાર વ્યવસ્થા અને સારવાર કરવામાં આવી રહી છે.