મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત…

0
73

PM મોદીએ મહારાષ્ટ્રની જીતને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા X પર લખ્યું- એક થઈને આપણે વધુ ઊંચાઈ મેળવીશું! NDA ને ઐતિહાસિક જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રના મારા ભાઈઓ અને બહેનોનો, ખાસ કરીને રાજ્યના યુવાનો અને મહિલાઓનો હૃદયપૂર્વક આભાર. આ પ્રેમ અને હૂંફ અનન્ય છે. હું લોકોને ખાતરી આપું છું કે અમારું જોડાણ મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતુ રહેશે. તેમણે અન્ય રાજ્યોમાં પણ NDA ની જીત માટે જનતા અને પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું – ‘NDA ના જન કલ્યાણના પ્રયાસોનો પડઘો સર્વત્ર સંભળાઈ રહી છે. પેટાચૂંટણીમાં NDA ના ઉમેદવારોને આશીર્વાદ આપવા માટે હું અન્ય રાજ્યોમાં લોકોનો આભાર માનું છું. અમે તેમના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં. તેણે આગળ લખ્યું- ‘મને દરેક NDA કાર્યકર્તા પર ગર્વ છે જેમણે પાયાના સ્તરે કામ કર્યું છે. તેમણે સખત મહેનત કરી, લોકોની વચ્ચે જઈને અમારા સુશાસનના એજન્ડા પર વિગતવાર વાત કરી.