મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રીપદ વિવાદનો ઉકેલ શું આવશે ?

0
386

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આજે દિલ્હીમાં મળ્યા હતા.તો એનસીપી પ્રમુખ શરદ પવાર અને કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે પણ દિલ્હીમાં મુલાકાત થવાની છે.મીડિયા સાથે વાતચીત કરતાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રમાં થયેલા નુકસાનને લઈને અમિત શાહને મળ્યા હતા. તેઓએ કેન્દ્ર સરકાર પાસે મદદની આશા સેવી છે. બાદમાં મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ચાલતાં વિવાદ અંગે પૂછતાં તેઓએ કહ્યું કે ઘણા લોકો સત્તાનાં નવાંનવાં સમીકરણ ગોઠવી રહ્યાં છે. પણ તેઓ તેના વિશે કંઈ કહેવા માગતા નથી. ભાજપ આવા કોઈ વિવાદ પર ટિપ્પણી નહીં કરે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રને બહુ ઝડપથી મુખ્ય મંત્રીની જરૂર છે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને અમને વિશ્વાસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here