મહારાષ્ટ્ર પોલીસે પ્રિયંકા ચોપરાને આપી 7 વર્ષની સજાની વોર્નિંગ !

0
542

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા લાંબા સમય બાદ બોલીવુડમાં કમબેક કરી રહી છે. પ્રિયંકા ચોપરાની અપકમિંગ ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ ઓક્ટોબરમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર મંગળવારે રિલીજ થઈ ચૂક્યુ છે, જેને દર્શકોએ ખૂબ વખાણ્યું છે. ટ્રેલર રિલીઝ થતા જ તે ટ્વિટર પર વર્લ્ડવાઈડ ટ્રેન્ડિંગમાં છે, પરંતુ ટ્રેલરને કારણએ પ્રિયંકા ચોપરા સામે એક મુશ્કેલી આવી ગઈ છે. ધ સ્કાય ઈઝ પિંકના ટ્રેલરના કારણે મહારાષ્ટ્ર પોલીસે પ્રિયંકા ચોપરાને સાત વર્ષની સજાની વોર્નિંગ આપી છે. ઘટના એવી છે કે ફિલ્મના ટ્રેલરમાં પ્રિયંકા ચોપરા ફરહાન અખ્તર સામે ડાયલોગ બોલે છે કે,’એક વાર આયેશા સાજી થઈ જાય પછી સાથે મળીને બેન્ક લૂંટીશું.’ પ્રિયંકા ચોપરાના આ જ ડાયલોગનું મીમ શૅર કરીને મહારાષ્ટ્ર પોલીસે ટ્વિટ કર્યું છે અને એક્ટ્રેસને સાત વર્ષની સજાની વોર્નિંગ આપી છે. મહારાષ્ટ્ર પોલીસે ટ્વિટ કરીને કહ્યું છે,’IPCની કલમ 393 અંતર્ગત 7 વર્ષની સજા અને દંડ’ પોલીસે આ ટ્વિટમાં પ્રિયંકા અને ફરહાન અખ્તરને પણ ટેગ કર્યા છે. તો પ્રિયંકા ચોપરાએ આ ટ્વિટનો જવાબ પણ આપ્યો છે. પ્રિયંકા ચોપરાએ મહારાષ્ટ્ર પોલીસના ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું છે,’ઓપ્સ… રંગે હાથ પકડાઈ ગઈ.. લાગ છે પ્લાન બી અપનાવવો પડશે.’ પ્રિયંકા ચોપરાએ પોતાના ટ્વિટમાં ફરહાન અખ્તરને પણ ટેગ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here