મહારાષ્ટ્ર, હરિયાણા બંનેમાં ભાજપ કોંગ્રેસ કરતા સારી સ્થિતિમાં

0
1166

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019 માટે 21 ઓક્ટોબરે મતદાન થયું હતું. બંને રાજ્યોમાં ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. આ વખતે બંને રાજ્યોમાં મત ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં 60.05 ટકા મતદાન થયું હતું જે 2014માં 65 ટકા રહ્યું હતું. એવી જ રીતે હરિયાણામાં આ વખતે 65 ટકા મતદાન થયું છે જ્યારે અગાઉની ચૂંટણીમાં 76.54 ટકા મતદાન હતું.

288 વિધાનસભાની બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી મેળવવા માટે 145 બેઠકો જ્યારે 90 બેઠકો ધરાવતી હરિયાણા વિધાનસભા માટે બહુમતી મેળવવા માટે 46 બેઠકોની જરૂર છે. આ સાથે ગુજરાતની છ પેટા ચૂંટણી સહિત દેશના 18 રાજ્યોમાં 51 વિધાનસભા સીટો અને બે લોકસભા મતવિસ્તારોમાં યોજાયેલી પેટાચૂંટણી માટેની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ વિધાનસભા સીટોમાંથી 30 બેઠક ભાજપ અને સાથીદળો પાસે હતી જ્યારે કોંગ્રેસે 12 બેઠક જીતી હતી. જ્યારે બાકીની બેઠકો પ્રાદેશિક પાર્ટીઓને મળી હતી. એવામાં આ પેટાચૂંટણીમાં આ પાર્ટીઓ અગાઉની જેમ જ બેઠકો જાળવી રાખે છે કે કેમ એ જોવાનું છે. ભાજપ અને કોંગ્રેસે જે બેઠકો અગાઉ જીતેલી હતી તેના પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોમાં બંને માટે આબરૂનો સવાલ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here