ગુજરાતની છ બેઠકનું ચૂંટણી પરિણામ, અજમલ ઠાકોરે BJPનું ખાતું ખોલાવ્યું

0
1442

21મી ઓક્ટોબરના રોજ ગુજરાતની છ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જે બાદમાં આજે (24 ઓક્ટોબર) મતગણતરી ચાલી રહી છે.

રાધનપુર બેઠક પર ભાજપમાંથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે કૉંગ્રેસમાંથી રઘુ દેસાઈ મેદાનમાં હતાં. કૉંગ્રેસના અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી.

અમરાઈવાડી બેઠક પર ભાજપમાંથી જગદીશ પટેલ મેદાનમાં હતા. જ્યારે કોંગ્રેસ તરફથી ધર્મેન્દ્ર પટેલ મેદાનમાં હતા. ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા અમરાઈવાડી બેઠક ખાલી પડી હતી.

થરાદ  બેઠક પર જીવાભાઈ પટેલ મેદાનમાં હતા. જ્યારે કોંગ્રેસે આ બેઠક પરથી ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી હતી.

લુણાવાડા  બેઠક પર ભાજપ તરફથી જીગ્નેશ સેવક મેદાનમાં હતા. જ્યારે કૉંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી. ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.

ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલ ઠાકોરની 20 હજારથી વધારે મતોથી જીત થઈ છે. કોંગ્રેસ તરફથી આ બેઠક પર બાબુજી ઠાકોર મેદાનમાં હતા. ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here