મહીસાગર જિલ્લાના એક આખા ગામને હોમ ક્વોરન્ટીન કરાયું

0
777

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પંડ્યાના મુવાડા અને મક્કરના મુવાડા ગામને આખેઆખા હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ખાનપુર તાલુકાના 3351 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ખાનપુર તાલુકાના ગામોમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં કામ કરતા લોકો પોતાના વતનમાં પરત આવ્યા છે. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંક્રમણ ન ફેલાય એ હેતુથી બહારથી આવનારા લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
અનાજનો પુરતો જથ્થો ન હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અંબાલા ગામમાં સરકારી રાસનની દુકાનમાં પૂરતો અનાજનો જથ્થો ન હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ હોબાળાની જાણ થતાં કાલોલ મામલતદાર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને અનાજનો પુરવઠો લઇને વાહન પણ દોડી ગયું હતું. ત્યારબાદ અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here