માતા શ્રીદેવીને યાદ કરીને ભાવુક થઈ જાહ્નવી કપૂર…

0
284

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનું પાંચ વર્ષ પહેલા 24 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું હવે તેની માતાને યાદ કરીને જાહ્નવી કપૂરે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.

જાહ્નવી કપૂર 5 વર્ષ પછી પણ તેની માતા શ્રીદેવીના મૃત્યુના દુઃખમાંથી બહાર આવી શકી નથી. તેણે શ્રીદેવીને તેની પુણ્યતિથિ પહેલા યાદ કરી. બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનું પાંચ વર્ષ પહેલા 24 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું. હવે તેની માતાને યાદ કરીને જાહ્નવી કપૂરે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.

જાહ્નવી કપૂરે (Jahnavi Kapoor)તેની માતા શ્રી દેવી સાથે પોતાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું કે તે હજુ પણ તેને શોધી રહી છે. જાહ્નવીએ લખ્યું, “મમ્મી હું હજી પણ તમને દરેક જગ્યાએ શોધું છું, આશા રાખુ છું કે હું જે પણ કરું છું તેનાથી તેમે ગર્વ અનુભવશો. હું જ્યાં પણ જાઉં છું, હું જે પણ કરું છું – તે તમારી સાથે છે” શરૂ  અને સમાપ્ત થાય છે.

પોસ્ટ પર ટિપ્પણી કરતા અભિનેતા નરોત્તમ ચંદ્રવંશીએ સલાહ આપી, “હવે ફરી જ્યારે તમે સેટ પર જાઓ, ત્યારે તમારું 200%  શોટમાં આપજો,  તે તેનો પહેલો પ્રેમ હતો, એવું પ્રદર્શન કરો કે જેમ તે તમને જોઈ રહી છે અને તમારું શ્રેષ્ઠ ન આપવા બદલ તમને ઠપકો આપે છે, એવો શોટ આપો કે લોકો તેને તમારામાં જુએ, એવું પ્રદર્શન કરો કે તે હજી પણ તમારી અંદર જીવંત છે.”

શ્રીદેવીના મૃત્યુમાંથી બહાર આવવાની વાત કરતા જ્હાન્વીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ‘ધડક’ના શૂટિંગે તેને હિંમત આપી. તેણે કહ્યું, “તે આસાન અનુભવ ન હતો. મારા કામ અને મારા પરિવારે મને આગળ વધવા માટે શક્તિ આપી છે. જો ‘ધડક’ના સેટ પર પાછા આવવા અથવા અભિનય કરવા સક્ષમ ન હોત, તો મને લાગે છે. તે અત્યારે છે તેના કરતાં ઘણું અઘરું હોત. હું ખૂબ આભારી છું કે મને ફિલ્મમાં કામ કરવાની અને અભિનય કરવાની તક મળી.”