માવઠાની આગાહી વચ્ચે વડોદરામાં વરસાદ….

0
235

હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના અમુક વિસ્તારમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારે અરવલ્લી, પંચમહાલ અને વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજથી ચાર દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે રાજ્યના અમુક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.વડોદરામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. અહીં વહેલી સવારે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે.અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસા, ઈસરોલ સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે મોડાસામાં વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા હતા. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. માવઠું થાય તો ઉનાળુ વાવેતરને નુકશાન થઇ શકે છે. ખેડૂતોએ પાણીવાળા વિસ્તારોમાં ઉનાળુ વાવેતરમાં શાકભાજી, ઘાસચારાનું વાવેતર કર્યું છે, જેને નુકસાન પહોંચી શકે છે.