મિતાલી રાજના જીવન પર બનનારી ફિલ્મમાં તાપસી છે મુખ્ય ભૂમિકામાં……

0
490

ભારતીય મહિલા ક્રિકેટ વન-ડે અને ટેસ્ટ ટીમની કેપ્ટન મિતાલી રાજને તેના 37માં જન્મદિવસે ખાસ ભેટ મળી છે. મિતાલી રાજના જીવન પર બાયોપિક બનવા જઈ રહી છે. જેનું નામ છે “શાબાશ મિતુ”. આ ફિલ્મમાં તાપસી પન્નૂ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.મિતાલી રાજ એકમાત્ર મહિલા ક્રિકેટર છે જેણે વન-ડેમાં 6,000 રન કર્યા છે.મિતાલી રાજને મહિલા ક્રિકેટનું સચિન તેંડુલકરના નામે ઓળખામાં આવે છે. કારણ કે તેણે અનેક વિક્રમો તોડ્યા છે.

આ ખાસ મોકા પર ક્રિકેટર મિતાલી રાજ અને બોલીવુડની મિતાલી રાજ એટલે કે તાપસી પન્નૂ સાથે જોવા મળ્યા. તાપસીએ મિતાલી સાથે જન્મદિવસની ઉજવણી કરી અને સાથે ફિલ્મના નામની પણ જાહેરાત કરી.મિતાલી રાજ હાલ ભારતીય મહિલા ક્રિકેટ ટેસ્ટ અને વન ડે ટીમની કેપ્ટન છે. મિતાલીએ વર્ષ 2002માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.જ્યારે મિતાલીએ પહેલી વનડે 1999માં જુન મહિનામાં આયર્લેન્ડ સામે રમી હતી.મિતાલીએ તેનું ટી-20 ડેબ્યૂ વર્ષ 2006માં કર્યું હતું. તે છેલ્લા 13 વર્ષથી સતત ટી-20 રમી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here