મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસને ગાંધીનગર સુધી લંબાવાઈ

0
462

મુસાફરોની માગણીને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે ચાલતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે અને ૨૪ ડિસેમ્બરથી તેનો અમલ કરવામાં આવશે.
રવિવાર સિવાય મુંબઈ સેન્ટ્રલથી શતાબ્દી એક્સપ્રેસ ૬.૧૦ વાગ્યે ઉપડશે અને ૧૨.૨૨ વાગ્યે અમદાવાદ પહોંચશે. ત્યાંથી ૧૨.૩૭ વાગ્યે રવાના થઈને ૧.૪૦ વાગ્યે ગાંધીનગર
કૅપિટલ સ્ટેશન પહોંચશે. આ જ રીતે આ ટ્રેન ગાંધીનગરથી ૨.૨૦ વાગ્યે ઉપડશે અને ૯.૪૫ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત,
વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઊભી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here