15થી 18 વર્ષના બાળકો માટે 3 જાન્યુ.થી શરૂ થશે વેક્સીનેશન : PM મોદીની જાહેરાત

0
530

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દેશના લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએકહ્યું કે – ભારતમાં પણ ઘણા લોકો ઓમિક્રોનથી સંક્રમિત થવાના સમાચાર છે. હું તમને બધાને આગ્રહ કરીશ કે પેનિક ના કરો, સાવધાન અને સતર્ક રહો. માસ્ક પહેરો, હાથને થોડી-થોડી વારમાં ધોવો આ વાતને યાદ રાખો.

પીએમે કહ્યું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડાઇનો અત્યાર સુધીનો અનુભવ એ જ બતાવે છે કે વ્યક્તિગત સ્તર પર બધા દિશાનિર્દેશોનું પાલન કોરોના સામે મુકાબલા માટે મોટું હથિયાર છે. બીજુ હથિયાર વેક્સિનેશન છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી પોતાના નાગરિકોને વેક્સીન આપવાનું શરૂ કર્યું હતું. આ દેશના બધા નાગરિકોના સામૂહિક પ્રયત્ન અને સામૂહિક ઇચ્છાશક્તિ છે કે આજે ભારત 141 કરોડ વેક્સીન ડોઝના અભૂતપૂર્વ અને ઘણા મુશ્કેલ લક્ષ્યને પાર કરી ચુક્યું છે. આજે ભારતની વયસ્ક જનસંખ્યામાં 61 ટકાથી વધારે જનસંખ્યાને વેક્સીનના બંને ડોઝ લાગી ચૂક્યા છે. આ રીતે વયસ્ક જનસંખ્યામાંથી લગભગ 90 ટકા લોકોને વેક્સીનને એક ડોઝ લગાવવામાં આવી ચૂકી છે.પીએમે કહ્યું કે આજે ભારતવાસી એ વાત પર ગર્વ કરશે કે આપણે દુનિયાનો સૌથી મોટો, સૌથી વિસ્તારિત અને કઠિન ભૌગોલિક સ્થિતિઓ વચ્ચે આટલું સુરક્ષિત વેક્સીનેશન અભિયાન ચલાવ્યું. ઘણા રાજ્ય અને ખાસ કરીને પર્યટનથી દ્રષ્ટીથી મહત્વપૂર્ણ રાજ્યો જેવા ગોવા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશે શત પ્રતિશત સિંગલ ડોઝ વેક્સીનેશનનો લક્ષ્ય મેળવી લીધો છે.

પીએમે કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે કોરોના હજુ ગયો નથી. આવામાં સતર્કતા ઘણી જરૂર છે. દેશ અને દેશવાસીઓને સુરક્ષિત રાખવા માટે આપણે નિરંતર કામ કર્યું છે. 15થી 18 વર્ષની ઉંમરના જે બાળકો છે હવે તેમના માટે દેશમાં વેક્સીનેશન પ્રારંભ થશે. 2022માં 3 જાન્યુઆરીને સોમવારથી તેની શરૂઆત કરવામાં આવશે.

પીએમે કહ્યું કે આપણા બધાનો અનુભવ છે કે જે કોરોના વોરિયર્સ છે, હેલ્થકેયર અને ફ્રન્ટલાઇન વર્કસ છે, આ લડાઇમાં દેશને સુરક્ષિત રાખવામાં તેમનું ઘણું મોટું યોગદાન છે. તે આજે પણ કોરોનાના દર્દીઓની સેવામાં પોતાનો સમય પસાર કરે છે. સરકારે નિર્ણય કર્યો છે કે હેલ્થકેયર અને ફ્રન્ટલાઇન વર્કસને વેક્સીનના નો પણ પ્રારંભ કરવામાં આવશે. તેની શરૂઆત 10 જાન્યુઆરી 2022થી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here