મુખ્યમંત્રીશ્રી સાથે શેઝ પ્રજાસત્તાક અને ઉઝબેકિસ્તાન રાષ્ટ્રના રાજદૂતોએ સૌજ્ન્ય મુલાકાત કરી

0
188

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નવી દિલ્હી પ્રવાસ દરમિયાન શેઝ પ્રજાસત્તાક અને ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાક રાષ્ટ્રના ભારત સ્થિત રાજદૂતોએ મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી.  તદ્દઅનુસાર, શેઝ પ્રજાસત્તાક રાષ્ટ્રના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત મિલાન હોવોરકા (H.E.Mr. MilanHovorka) મુખ્યમંત્રીશ્રીને ગરવી ગુજરાત ભવન ખાતે મળ્યા હતા. શ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા-સૌજ્ન્ય મુલાકાત ઉઝબેકિસ્તાનના ભારતીય રાજદૂત શ્રીયુત ફરહોદ અર્ઝિવ (H.E.Mr. FarhodArziev) પણ નવી દિલ્હીમાં લીધી હતી. મુખ્યમંત્રીશ્રીની તાજેતરની ઉઝબેકિસ્તાન મુલાકાત દરમિયાન ઉઝબેકિસ્તાન-ગુજરાત વચ્ચે વિવિધ ક્ષેત્રે સંબંધો માટે થયેલી કામગીરીથી ઉઝબેકિસ્તાન રાજદૂતે મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ પણ તેમનો ઉઝબેકિસ્તાન પ્રવાસ ભારત-ગુજરાત અને ઉઝબેકિસ્તાનના પરસ્પર સંબંધોને વધુ સુદ્રઢ બનાવનારો ફળદાયી બની રહ્યો તેની ચર્ચા-વિમર્શ પણ ઉઝબેકિસ્તાન રાજદૂત સાથે કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here