મુઝફ્ફરનગરમાં રોડવેઝે પગપાળા જઈ રહેલા મજૂરોને કચડી નાંખ્યા

0
102

મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં બે દુર્ઘટનામાં 14 મજૂરોના મોત થયા છે. સાથે જ 55થી વધારે લોકો ઘાયલ થયા છે. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં બુધવારે મોડી રાતે 11.45 વાગ્યે રોડવેઝે પગપાળા જઈ રહેલા મજૂરોને કચડી નાંખ્યા હતા. આ દુર્ઘટનામાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. જેમાંથી બે ઘાયલોને સારવાર માટે મેરઠ મોકલવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે, 10 મજૂર પંજાબથી બિહાર ઝઈ રહ્યા હતા. મુઝફ્ફરનગર-સહારનપુર સ્ટેટ હાઈવે પર ઘલૌલી ચેકપોસ્ટથી આગળ રોહાના ટોલ પ્લાઝાની નજીક પહોંચ્યા હતા જ કે પુરઝડપે આવી રહેલી રોડવેઝ બસે કચેડી નાંખ્યા હતા. દુર્ઘટના બાદ બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here